Narmada: ભારે વરસાદના પગલે ગરુડેશ્વરનો વિયર ડેમ થયો ઓવરફ્લો, જુઓ રમણિય નજારો

Gujarat Monsoon 2022: વિયર ડેમ ઓવર ફ્લો થતા ગરૂડેશ્વર ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. નોંધનીય છે કે નર્મદા (Narmada)જિલ્લામાં બારે મેઘ ખાંગા થયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને પૂરજોશમાં વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 9:39 PM

નર્મદા (Narmada) જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લામાં આવેલો 35 મીટર ઉંચો વિયર ડેમ ઓવરફ્લો થયો હતો અને વિયર (viyar Dam) ડેમના રમણિય નજારો જોવા મળ્યો હતો. વિયર ડેમ ઓવર ફ્લો થતા ગરૂડેશ્વર ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. નોંધનીય છે કે નર્મદા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને પૂરજોશમાં વરસાદ વરસ્યો છે.

ડેડિયાપાડામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ

ડેડીયાપાડા તાલુકામાં 18 ઇંચ વરસાદથી કોઝ વે અને રસ્તાઓ ધોવાયા છે. જ્યારે જિલ્લાનો કરજણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. કરજણ નદી પરના 6 ગામોને એલર્ટ કરી દેવાયા છે. ડેડીયાપાડા અને સાગબારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમની જળસપાટી રૂલ લેવલ વટાવી ગઈ છે. ભારે વરસાદના પગલે ગરુડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. વિયર ડેમ ઓવરફલો થતાં ગરુડેશ્વર ખાતે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદાજિલ્લામાં ભારે વરસાદને કારણે ડભોઈ-ચાંદોદ વચ્ચેનો રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં આ તરફ જતો રેલ્વે વ્યવહાર ખોરવાયો છે અને તે તરફ જતા મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ-એકતા નગર રેલખંડ પરનો ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. નોંધનીય છે કે બે દિવસથી છોટા ઉદેપુર તેમજ નર્મદા જિલ્લાને મેઘરાજા ઘમરોળી રહ્યા છે.ત્યારે જનજીવન અસતવ્યસ્ત થઈ ગયું છે અને અનેક લોકોની ઘરવખરી ડૂબમાં ગઈ છે.

વરસાદને પગલે આ ટ્રેનસેવાઓ થઈ છે રદ

બોડેલી- છોટા ઉદેપુર- ચાંદોદ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડભોઈ – એકતા નગર રેલખંડપર ચાંદોદ નજીક રેલ્વે ક્રોસીંગ નંબર 4 પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થવાથી અને રેલ્વેના પાટા નીચેથી માટી ધોવાઈ જવાને કારણે આ રેલ્વેલાઇન ઉપર દોડતી ટ્રેનોને અસર થઈ છે

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">