Narmada : ગરુડેશ્વર ખાતે આવેલો વિયર ડેમ ભર ઉનાળે ઓવરફલો, 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું
નર્મદાના ગરુડેશ્વર ખાતે આવેલો વિયર ડેમ ભર ઉનાળે ઓવરફલો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન અને રિવર બેડ પાવર હાઉસના 5 ટર્બાઈન શરુ થતાં 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
Narmada : નર્મદાના ગરુડેશ્વર ખાતે આવેલો વિયર ડેમ ભર ઉનાળે ઓવરફલો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે, જેથી કેવડિયા (Kevadia) થી નર્મદા (Narmada) નદી બે કાંઠે વહી રહી છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન અને રિવર બેડ પાવર હાઉસના 5 ટર્બાઈન શરુ થતાં 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
વિયર ડેમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો 12 કિલોમીટરના વિસ્તારમાં સરોવર ભરાયું છે. ગંગા દેશેરા ચાલુ હોવાથી તેમજ નર્મદા (Narmada) નદીના સ્નાનું મહત્વ હોવાથી પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે.
થોડા દિવસ પહેલા સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam) માંથી નર્મદામાં 40,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે પણ ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કોઝ-વે ઓવરફલો થયો હતો. ગરુડેશ્વેર ખાતેનો વિયર ડેમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે, સરદાર સરોવર નર્મદા ડેમનું વધારાનું પાણી સંગ્રહ કરી વીજ ઉત્પાદન કરવા તેમજ પ્રવાસીઓ બોટિંગની મજા માણી શકે.
સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) થી ગરુડેશ્વેર વિયર ડેમનું 12 કિમીનું અંતર છે. આ 12 કિમી સરોવરમાં આવનારા દિવસોમાં પ્રવાસીઓ બોટિંગની મજા માણી શકશે. નર્મદા (Narmada) નદીનું પાણી પીવા લાયક બન્યું છે. આ નદી ભરુચ દરિયામાં મળે છે.