Narmada : નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે G-20 ત્રિદિવસીય ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપની (Trade and Investment Group) મીટિંગ યોજાઈ રહી છે. જેમાં 10 જુલાઈના રોજ ટેન્ટસિટી 1 ખાતે G 20 દેશોના પ્રતિનિધિઓનો એક સેમિનાર યોજાયો હતો. 11 જુલાઈના રોજ સ્થાનિક હોટેલ ખાતે G-20 દેશોના રોકાણકારોની મીટિંગની શરૂઆત સુનિલ ભરથવાની હાજરીમાં કરવામાં આવી હતી. આ મીટિંગમાં મુખ્ય 4 મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે.
જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તેમાં મુખ્યત્વે આયાત અને નિર્યાતને ડિજિટલ કરવાનો મુદ્દો છે. જ્યારે MSME સેક્ટર દ્વારા ગ્લોબલ ટ્રેડના મુદ્દા પર પણ ચર્ચાઓ થશે. જ્યારે ગ્લોબલ ચેન્જના મુદ્દા અંગે પણ આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે. આ મીટિંગમાં G-20ના 21 મેમ્બર, 9 આમંત્રિત દેશો, 3 ઓર્ગેનાઇઝેશન અને 9 વિદેશી સંસ્થાઓ મિટિંગમાં ભાગ લઈ રહી છે. ભારતનું ટુરિઝમ પણ ટ્રેડનો જ એક હિસ્સો રહ્યો છે. G-20ની ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ભારતના ટુરિઝમ સ્થળો પર વધુ વેપાર મળે તેના વિશે પણ ચર્ચાઓ કરવામાં આવશે.
એકતાનગર ખાતે મળેલી G-20ની બેઠકમાં સાઈડ ઇવેન્ટની પહેલીવાર શરૂઆત કરવામાં આવી છે. આ મીટિંગ અલગ અલગ સ્થળો પર એટલે રાખવામાં આવી છે કે જે ફોરેનથી આવતા ડેલીગેટ્સ ને દેશમાં નવી જગ્યાઓ જોવા મળે તેવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારત એ G-20 દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ત્યારે G-20 દેશો જે નિર્ણય કરે છે, તેની અસર સમગ્ર વિશ્વ પર પડતી હોય છે. નાના ઉદ્યોગકારોને કેવી રીતે ગ્લોબલ લેવલ પર લઈ જવાય તે માટે પણ વિચાર વિમર્શ કરવામાં આવશે.
ટ્રાયબલ જિલ્લાઓમાં વાણિજ્ય વિભાગ તરફથી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની તરફ ધ્યાન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે .જેથી ટ્રાયબલ ડિસ્ટ્રિક્ટના ઉદ્યગોને ખૂબ ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે એક પોર્ટલ દ્વારા જોડવાનો પ્રયત્ન ઓન કરવામાં આવી રહ્યો છે.
(with Input-Vishal Pathak, Narmada )
નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો