Narmada : સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી દેવાયા, જુઓ Video

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ભયજનક સપાટીની ઉપર વહી રહ્યો છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઇ જતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નર્મદા નદીમાં ડેમનું પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ (Alert) કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 9:11 AM

Narmada :  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ભયજનક સપાટીની ઉપર વહી રહ્યો છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઇ જતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નર્મદા નદીમાં ડેમનું પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ (Alert) કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે.

આ પણ વાંચો-Rain Breaking Video : વડોદરાના વ્યાસ બેટ પર ફસાયેલા લોકોને બચાવવા આર્મી દ્વારા હાથ ધરાયુ રેસ્ક્યુ ઓપરેશન

ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમમાં 7 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક છે. જ્યારે ડેમમાંથી પાણીની જાવક 5.95 લાખ ક્યુસેક છે.બીજી તરફ નર્મદાના માંગરોળમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા ગામમાં પાણી ઘૂસ્યા છે. NDRFની ટીમને પણ મદદ માટે મુશ્કેલી નડી રહી છે.

પાણીની વિપુલ માત્રામાં આવક થતા તંત્ર સતત નિરીક્ષણ કરી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારોંમાં પૂરની સ્થિતિને ખાળવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે.રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 18 લાખ ક્યૂસક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. ડેમના 23 દરવાજા ખોલ્યા હોવાથી નર્મદા ડેમથી 10 કિમી દૂર ગરુડેશ્વર મુખ્ય હાઈવે પર પાણી ભરાયા છે. ગરુડેશ્વરથી રાજપીપળા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો ગરુડેશ્વર હાઈવે પર નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">