Narmada : સરદાર સરોવર ડેમની જળસપાટી 135.42 મીટરે પહોંચી, ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video
ઉનાળામાં ગુજરાતવાસીઓને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. કારણ કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) સિઝનમાં પ્રથમવાર છલોછલ થયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઇ છે.જેના પગલે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.
Monsoon 2023 : ઉનાળામાં ગુજરાતવાસીઓને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. કારણ કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) સિઝનમાં પ્રથમવાર છલોછલ થયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઇ છે.જેના પગલે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.
ઇન્દિરાસાગર ડેમમાંથી પુષ્કળ પાણીની આવક થતાં સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળસપાટી 135.42 મીટરે પહોંચી છે. સતત પાણીની આવક થતાં સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે.
ડેમનું લેવલ જાળવવા માટે પાંચ દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી પણ બેકાંઠે વહી રહી છે. નર્મદા નદીમાં પાણીનું લેવલ વધતા તંત્ર એલર્ટ બન્યું છે અને શિનોર તાલુકાના 11 અને કાંઠા વિસ્તારના ગામને એલર્ટ રહેવા સૂચના આપી છે. એટલું જ નહીં તલાટી અને સરપંચને પણ સાચવેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.