ઉપરવાસમાં વરસાદ વરસતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા છે. પાંચ દરવાજા 1.65 મીટર સુધી ખોલાયા છે. ઉપરવાસમાંથી પાણીની 94,128 ક્યુસેક પાણી આવક થઈ છે. નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસમાંથી 41,707 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહના જણાવ્યા અનુસાર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે. તેમજ આગામી અઠવાડિયામાં ઉકળાટ વધવાના પગલે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.