Narmada : બોલીવુડ અભિનેત્રી Kangana Ranautએ Statue Of Unityની મુલાકાત લીધી, જુઓ Video

|

Oct 17, 2023 | 1:50 PM

બોલીવુડ(Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity)ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કંગના સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાની ઝલકથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. પ્રતિમા બાદ પ્રદર્શની વિસ્તારની મુલાકાત દ્વારા અભિનેત્રીએ સરદાર પટેલે સ્વતંત્રતા ચળવળ અને ભારતના એકત્રિકરણ માટેના કરેલા યાસો વિશે પણ માહિતી મેળવી અને ઈતિહાસને પણ નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : Ahmedabadમાં દાંડિયા નાઈટમાં ચમકી Kangana Ranaut, નવરાત્રી સેલિબ્રેશનની સુંદર તસવીરો સામે આવી

કાંગનાનાય મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મિત્ર ઝુબીન ગમીર દ્વારા એકતાનગરના સતત થઈ રહેલા વિકાસની માહિતી પણ આપવામાં આવી હતી.નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા કંગના રનૌતે  નોંધી પોતાની મુલાકાતનો અનુભવ પણ વ્યક્ત કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ અભિનેત્રી કંગના રાણાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સેલ્યુટ કરવાનો મને મોકો મળ્યો છે.

અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણી, સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : Narmada : Vibrant Gujarat-Vibrant Narmada અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી 19 ઓક્ટોબરે અનોખું આકર્ષણ ઉભું કરશે

આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લાના કલેક્ટર  શ્વેતા તેવટિયાએ કંગના રાણાવતને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતીક અને સોવેનિયર પુસ્તિકા આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ આ અવસરે  નાયબ કલેક્ટર શ્રીઅભિષેક સિન્હા સહિત અનેક વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:48 pm, Tue, 17 October 23

Next Video