Rajkot: નરેશ પટેલના જુના નિવેદનને લઈને વિવાદ સર્જાયો, કોળી સમાજની 9 સંસ્થાને પત્ર લખી નિવેદન પાછુ ખેંચવા માગ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હાલમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડેલુ છે. તે વચ્ચે તેમના જુના નિવેદનને લઇને ફરી વિવાદ સપાટી પર આવ્યો છે.
રાજકોટના ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel)ના એક જૂના નિવેદનને લઈ હાલમાં વિવાદ સર્જાયો છે. જસદણના કોળી વિકાસ સંગઠને નરેશ પટેલ અંગે કોળી સમાજની (Koli Community) 9 સંસ્થાઓને પત્ર લખ્યો છે. જેમાં નરેશ પટેલના નિવેદનનો વિરોધ કરાયો છે અને નરેશ પટેલ નિવેદન પાછું ખેંચે તેવી માગણી કરવામાં આવી છે. નરેશ પટેલે અગાઉ એવું નિવેદન કર્યું હતું કે સરપંચથી લઈ સાંસદ સુધી અને પટાવાળાથી લઈ કલેક્ટર સુધી પાટીદાર સમાજના લોકો હોવા જોઈએ. તેમના આ નિવેદન પર કોળી વિકાસ સંગઠને વિરોધ (Oppose) વ્યક્ત કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હાલમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડેલુ છે. તે વચ્ચે તેમના જુના નિવેદનને લઈને ફરી વિવાદ સપાટી પર આવ્યો છે. કોળી વિકાસ સંગઠનના સ્થાપક મુકેશ રાજપરાએ કહ્યું કે ગુજરાતમાં ખુલ્લેઆમ જ્ઞાતિવાદ અને જાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે. કોળી સમાજ ક્યારે આ સહન નહીં કરે. તેમણે માગ કરી કે નરેશ પટેલ પોતાનું નિવેદન પાછું ખેંચે. જો નિવેદન પાછું નહીં ખેંચે તો જાતિવાદી અને જ્ઞાતિવાદી લોકોને કોળી સમાજ ક્યારેય પ્રોત્સાહન નહીં આપે.
મહત્વનું છે કે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ અને કોળી સમાજ વચ્ચે રાજકોટમાં બેઠક મળી હતી. કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનોએ ખોડલધામમાં પહોંચીને નરેશ પટેલ સાથે બેઠક કરી. આ બેઠકમાં ધાર્મિક, સામાજિક અને સમાજના વિકાસ અંગેની ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં બન્ને સમાજ સાથે મળી કાર્ય કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આજે કોળી સમાજ દ્વારા જ નરેશ પટેલના જુના નિવેદનને લઈને માફી માગવામાં આવે તેવો પત્ર લખાયો છે. જેને લઇને વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો-
Ahmedabad: ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપનુ સંમેલન, રિવરફ્રન્ટ ખાતે 10 હજાર કાર્યકર્તા એકઠા થશે
આ પણ વાંચો-
Kheda: રાજ્યમાં વધુ એક ધોરણ 10ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મોત, દિવ્યાંગ વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ ઢળી પડ્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો