Ahmedabad: નારણપુરામાં રોડ કપાત મુદ્દે સ્થાનિકોનો વિરોધ બન્યો ઉગ્ર, સ્થાનિકોએ પત્રિકા છપાવી લોકોને આંદોલનમાં જોડાવા અપીલ શરૂ કરી

|

Mar 29, 2022 | 9:48 AM

બિલ્ડરો તેમના લાભ માટે નારણપુરામાં રોડ પહોળો કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ટ્રાફિક કે અન્ય સમસ્યા ન હોવા છતાં માત્ર બિલ્ડરોને વધુ FSI મળે તે માટે રોડ પહોળો કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

અમદાવાદ (Ahmedabad)ના નારણપુરામાં રોડ કપાત સામે સ્થાનિકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. રોડ કપાતના (Road widening) વિરોધમાં (Protest) સ્થાનિકો અને વેપારીઓએ મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતી. મેયર અને કમિશ્નર દ્વારા યોગ્ય જવાબ આપવામાં ના આવતા આંદોલન ઉગ્ર બન્યું છે. સ્થાનિક લોકોએ રોડ કપાતના વિરોધમાં બે પાનાંની પત્રિકા (Leaflet) છપાવી છે. નારણપુરા વિસ્તારની તમામ સોસાયટીએ અને દુકાનોમાં પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. પત્રિકાનું વિતરણ કરી નારણપુરા વિસ્તારના લોકોને આંદોલનમાં જોડવામાં આવી રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે રોડ કપાતને અટકાવવામાં આવે.

અમદાવાદના નારણપુરામાં રોડ કપાતના મુદ્દે સ્થાનિકો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. બિલ્ડરો તેમના લાભ માટે નારણપુરામાં રોડ પહોળો કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ટ્રાફિક કે અન્ય સમસ્યા ન હોવા છતાં માત્ર બિલ્ડરોને વધુ FSI મળે તે માટે રોડ પહોળો કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. નારણપુરા રેલવે ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો રોડ 50 ફૂટ પહોળો છે. જ્યારે નારણપુરા રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનો રોડ 80 ફૂટ પહોળો છે. તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો રોડ પહોળો કરવાને બદલે રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનો રોડ 80 ફૂટનો રોડ 100 ફૂટ કરવામાં આવી રહ્યો હોવાનો સ્થાનિકો જણાવે છે. ટૉ

સ્થાનિકોની માગ છે કે જ્યાં સુધી રેલવે ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો રોડ 50 ફૂટનો રોડ 80 ફૂટનો ના થાય ત્યાં સુધી રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીના રોડને પહોળો કરવામાં ના આવે. રોડ કપાત સ્થગિત રાખવાની માગ સાથે સ્થાનિકોએ આંદોલન શરૂ કર્યું છે.

આ પણ વાંચો-

ગુજરાત શિક્ષણ બોર્ડનો નવતર પ્રયોગ, પરીક્ષા કેન્દ્રો પર મુકવામાં આવી પશ્ચાતાપ પેટી

આ પણ વાંચો-

Ahmedabad: શહેરની સુરક્ષાની ચિંતા રાખતા AMCના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના કપાળે ચિંતાની કરચલી, 50થી પણ વધુ વાહનોની કંપનીએ સર્વિસ ન કરી આપતા બંધ હાલતમાં

Next Video