AMRELI : બેંકમાં 40 ગ્રામના સોનાના ઘરેણાં ભૂલી ગઈ મહિલા, બેંકે આ રીતે મહિલાને શોધી ઘરેણાં પરત કર્યા

|

Dec 16, 2021 | 8:58 AM

Amreli News : અમરેલી નાગરિક સહકારી બેંકની ચિતલ બ્રાન્ચમાં લોકરરૂમમાંથી કબાટ પરથી એક ડબ્બો મળી આવ્યો હતો. વોચમેને આ ડબ્બો બ્રાંચ મેનેજર પાસ જમા કરાવ્યો હતો.

AMRELI : અમરેલીના ચિતલમાં નાગરિક બેંકની બ્રાન્ચમાંથી ગ્રાહક 40 ગ્રામ સોનાના ઘરેણા ભૂલી ગયા હતા જે પરત કરવામાં આવ્યા છે.બેંકના લોકર બહાર મહીલા ગ્રાહક 40 ગ્રામ સોનાના ઘરેણા ભૂલી ગયા હતા. જે બેંકના કર્મચારીના ધ્યાન પર આવતા બેંક દ્વારા વર્તમાન પત્રોમાં જાહેરાત અપાઈ હતી. બાદમાં બેંકના તમામ લોકર ધારકોને લોકર ચેક બોલાવવામાં આવ્યા હતા.આખરે ચિતલના જયશ્રી સેલડીયા કે જેઓ સોનાના ઘરેણા ભૂલી ગયા હતા તેઓએ બીલ રજૂ કરતા ઘરેણા પરત કરાયા છે.

આ અંગે અમરેલી નાગરિક સહકારી બેંકના ચેરમેન પી.પી.સોજીત્રાએ કહ્યું કે અમરેલી નાગરિક સહકારી બેંકની ચિતલ બ્રાન્ચમાં લોકરરૂમમાંથી કબાટ પરથી એક ડબ્બો મળી આવ્યો હતો. વોચમેને આ ડબ્બો બ્રાંચ મેનેજર પાસ જમા કરાવ્યો હતો. ચિતલ બ્રાંચમાં કુલ 240 લોકર છે. આ ઘરેણાંના સાચા માલિક સુધી પહોચવા સમાચાર પત્રોમાં જાહેરાત આપીપ અને 240 લોકધારકોને નોટીસ પણ મોકલી હતી.

240 લોકધારકોને નોટીસમાં કહેવામાં આવ્યું હતું કે લોકરરૂમમાંથી એક ઘરેલા ભરેલો ડબ્બો મળી આવ્યો છે, આ ઘરેણાં જેના હોય એમણે પુરાવા રજૂ કરી ઘરેણાં મેળવી લેવા. બેંકના આ પ્રયાસથી બેંકના લોકરરૂમમાં 40 ગ્રામના સોનાના ઘરેણાં ભૂલી ગઈ મહિલાએ બેંકનો સંપર્ક કર્યો હતો અને આ ઘરેણાં પોતાના હોવાના પુરાવા આપ્યા હતા. જે સંતોષકારક જણાતા બેંકે આ મહિલાને તેના તમામ ઘરેણાં પરત કર્યા હતા.

આ પણ વાંચો : VALSAD : દોઢ વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી છેતરવાના આરોપમાં 5 શખ્સોની ધરપકડ

આ પણ વાંચો : VADODARA : ધર્માંતરણ કરાવનારા સામે કડક પગલા લેવા ધર્મ જાગરણ સમન્વય સંસ્થાની માંગ

 

Published On - 8:57 am, Thu, 16 December 21

Next Video