AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : ધર્માંતરણ કરાવનારા સામે કડક પગલા લેવા ધર્મ જાગરણ સમન્વય સંસ્થાની માંગ

VADODARA : ધર્માંતરણ કરાવનારા સામે કડક પગલા લેવા ધર્મ જાગરણ સમન્વય સંસ્થાની માંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 8:21 AM
Share

Conversion : વડોદરામાં ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં ખ્રિસ્તી સંસ્થા મધર ટેરેસા મિશનરી ચેરીટી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

VADODARA : ધર્માંતરણ મુદ્દે ગુનાહિત કૃત્ય કરનાર સંસ્થાઓ વિરૂધ્ધ પગલાં લેવાની માંગ સાથે વડોદરાની ધર્મ જાગરણ સમન્વય સંસ્થાએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી મશીનરી ઓફ ચેરિટી સંસ્થા દ્વારા બાળકીઓને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની આ રજૂઆત કરવામાં આવી. અગાઉ પણ ઘણી સંસ્થાઓ તથા શાળાઓ ખાતે આ પ્રકારના બનાવો બનતા હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે આ પ્રકારના ધર્માંતરણ મુદ્દે ગુનાહિત કૃત્યો કરતી તથા તેને સંલગ્ન સંસ્થાઓની નોંધણી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે સાથે જ આ પ્રકારના બનાવોમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં ખ્રિસ્તી સંસ્થા મધર ટેરેસા મિશનરી ચેરીટી દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.રાષ્ટ્રીય બાળ આયોગના ઇન્સ્પેકશન દરમિયાન સંસ્થામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.રિપોર્ટ બાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મિશનરી ઓફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગિરલ્સ સંસ્થાના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.મહત્વનું છે કે કલેકટરને અપાયેલા રિપોર્ટ બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં કથિત ધર્મ પરિવર્તન કેસની તપાસ એફ ડિવિઝનના ACP એસ.બી. કૂંપાવતને સોંપાઈ છે. સમાજ સુરક્ષા અધિકારીએ મધર ટેરેસા મિશનરીના સંચાલકો વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી છે. જેની તપાસ સોંપાતા જ એસીપી કૂંપાવત એક્શનમાં આવી ગયા છે. ગઈકાલે 15 ડિસેમ્બરે તેમણે જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળના CWCના સભ્યો પાસેથી કથિત ધર્માંતરણ અંગેની વિગતો મેળવી. તેમણે મધર ટેરેસા મિશનરીમાં રહેવા લાવવામાં આવેલા અને ત્યારબાદ મુક્ત કરાયેલા બાળકોનો રેકોર્ડ માગ્યો છે.

આ પણ વાંચો : ANAND : નેશનલ કોનક્લેવ ફોર નેચર ફાર્મિંગ સમિટમાં PM MODIનું સંબોધન, ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે

આ પણ વાંચો : VGGS2022 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે કલકત્તામાં રોડ શો, બંગાળના રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ અપાયું

 

g clip-path="url(#clip0_868_265)">