VALSAD : દોઢ વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી છેતરવાના આરોપમાં 5 શખ્સોની ધરપકડ

Valsad News : આરોપીઓએ રોકાણ કરનારને દર ત્રણ મહિને ઉંચા વળતર કે પછી દોઢ વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 53 રોકાણકારો પાસેથી 21 લાખથી વધુનું રોકાણ કરાવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 8:39 AM

VALSAD : કેટલાક ઠગો લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કિમો હેઠળ છેતરપિંડી આચરતા હોય છે.આવો જ એક બનાવ સામે આવ્યો છે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં.આ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં વિવિધ સ્કિમો હેઠળ એકના ડબલ કરવાની લોભામણી લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવતા 5 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.સ્થાનિકોએ આ ઈસમો છેતરતા હોવાની ફરિયાદો કરી હતી.જેના પગલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી.

કપરાડા તાલુકાના નાનાપોંઢા અને મોટાપોંઢા સહિત ધરમપુરમાં ડ્રીમ 900 પ્લાન અને રેવેન્યુ સ્ટ્રીમ પ્લાન અંતર્ગત 3600થી લઇને લાખો રૂપિયાનું રોકાણ કરનારને દર ત્રણ મહિને ઉંચા વળતર કે પછી દોઢ વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 53 રોકાણકારો પાસેથી 21 લાખથી વધુનું રોકાણ કરાવનારા આરોપી ઉમેશ પટેલ, અજય પટેલ, શ્યામલ નરેશ પટેલ ની એલસીબીએ મોટાપોંઢાથી ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછમાં તેઓ પાસે આવી સ્કીમો ચલાવવાનું કોઈ સત્તાવાર લાયસન્સ કે દસ્તાવેજ કે પરવાનગી નહીં હોવાથી પોલીસે તમામની અટકાયત કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ તેમની પાસેથી ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવી વૈભવી ગાડી અને સાડા ત્રણ લાખથી વધુ રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી 55 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : VADODARA : ધર્માંતરણ કરાવનારા સામે કડક પગલા લેવા ધર્મ જાગરણ સમન્વય સંસ્થાની માંગ

આ પણ વાંચો : ANAND : નેશનલ કોનક્લેવ ફોર નેચર ફાર્મિંગ સમિટમાં PM MODIનું સંબોધન, ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">