Rajkot Video : મુરલી મનોહર મંદિર વિવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર સાધ્યું નિશાન

|

Feb 09, 2024 | 1:43 PM

રાજકોટના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મુરલી મનોહર મંદિરનો વિવાદ સર્જાયો છે. ધોરાજીના સૂપેડી ગામે મુરલી મનોહર મંદિરનો કબજો સરકારે લેતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યુ છે.

રાજકોટના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મુરલી મનોહર મંદિરનો વિવાદ સર્જાયો છે. ધોરાજીના સૂપેડી ગામે મુરલી મનોહર મંદિરનો કબજો સરકારે લેતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યુ છે. વસોયાએ મંદિરનો કબજો લેવાની વાતને અયોગ્ય ગણાવી છે.

તેમને નિવેદન આપતા જણાવ્યુ છે કે 700 વર્ષથી આ મંદિરનું હિન્દુ ધર્મ પરંપરા મુજબ સંચાલન થઈ રહ્યું છે. મહંતને અયોધ્યા બોલાવ્યા બાદ પાછળથી સરકારે મંદિરનો કબજો લીધો છે. તમામ પ્રકારના મનોરથ અને ધજા ચડાવવાની વિધિ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ છે કે સરકારી કમિટી રદ કરી મંદિરનું સંચાલન મહંત હસ્તક રાખવા માગ કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video