ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે અલગ અલગ બનાવ નોંધાયા

| Edited By: | Updated on: Apr 27, 2024 | 6:23 PM

ગાંધીનગરમાં એક જ દિવસમાં બે અલગ અલગ હત્યાના બનાવો નોંધાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મધરાતે હત્યાનો એક મામલો સામે આવ્યો હતો. જેમાં સાવન કિશનભાઇ માજીરાણા નામના યુવાનને જાહેરમાં છરાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાની ઘટના નોંધાઈ હતી. જ્યારે બીજી ઘટના રિદ્રોલ ગામે પ્રેમ પ્રકરણમાં એક મહિલાની હત્યા નોંધાઈ છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક જ દિવસમાં બે અલગ અલગ હત્યાના બનાવો નોંધાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મધરાતે હત્યાનો એક મામલો સામે આવ્યો હતો. જેમાં સાવન કિશનભાઇ માજીરાણા નામના યુવાનને જાહેરમાં છરાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાની ઘટના નોંધાઈ હતી. જ્યારે બીજી ઘટના રિદ્રોલ ગામે પ્રેમ પ્રકરણમાં એક મહિલાની હત્યા નોંધાઈ છે.

આમ એક જ દિવસમાં બે અલગ અલગ હત્યાંઓની ઘટનાઓ સામે આવી છે. બંને ઘટનાઓને લઈ ગાંધીનગર પોલીસે તપાસ શરુ કરી છે. રિદ્રોલમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત દાખવ્યો છે અને આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે.

સિવિલમાં હત્યા

GEB નજીક આવેલી ડમ્પીંગ સાઈટ પાસે રાત્રે થયો ઝગડો હતો. જે ઝગડામાં સાવન માજીરાણાએ એકને તલવાર મારી હોવાની વિગત સામે આવી હતી. સાવન માજીરાણાને ઈજાઓ પહોંચવાને લઈ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. આ દરમિયાન સાવને જેને તલવારના ઘા માર્યા હતા તેનો પુત્ર રાકેશ સોલંકી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં પહોંચીને તેણે જાહેરમાં જ છરાનાં ઘા ઝીંકતા સાવનનું મોત નિપજ્યું હતુ. રાકેશ સોલંકી પિતા ગોવિંદ સોલંકીને સાવને તલવાર મારી હોવાને લઈ બદલો લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને જ્યાં તેણે સાવનની હત્યા કરી દીધી હતી.

રિદ્રોલમાં પ્રેમીની માતાની હત્યા

માણસા તાલુકાના રિદ્રોલ ગામમાં પ્રેમ પ્રકરણને લઈ હત્યાની ઘટના સામે આવી છે. અહીં મોડી રાત્રીના દરમિયાન એક જ કોમના બે પ્રેમીઓને લઈ ઘર્ષણ સર્જાયું હતું જેમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલા પ્રેમીની માતા હતી અને તેની પર બોથડ પદાર્થ અને તલવાર લઈને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાને ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 27, 2024 06:23 PM