Rajkot : નવા જંત્રીદરની બિલ્ડર અને ગ્રાહકો બંનેને અસર, પ્રોપર્ટીના અનેક સોદા અટક્યા

|

Feb 09, 2023 | 1:16 PM

રાજકોટમાં નવા જંત્રીદર લાગુ થયા બાદ પ્રોપર્ટીના અનેક સોદા અટક્યા છે. શહેરમાં અંદાજીત1 હજારથી વધુ સોદા રદ થયા છે.તો દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ પહેલાની સરખામણીએ અનેક ગણું ઘટ્યું છે.

સમગ્ર ગુજરાતમાં સોમવારથી નવો જંત્રી દર લાગુ થયો છે, ત્યારે રાજકોટમાં નવા જંત્રીદર લાગુ થયા બાદ પ્રોપર્ટીના અનેક સોદા અટક્યા છે. શહેરમાં અંદાજીત 1 હજારથી વધુ સોદા રદ થયા છે.તો દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ પહેલાની સરખામણીએ અનેક ગણું ઘટ્યું છે. આમ નવા જંત્રીથી બિલ્ડર અને ગ્રાહકો બંનેને અસર થઇ રહી છે. એટલુ જ નહીં જિલ્લા રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજ પ્રકિયા ઘટી છે.

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ

જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે.

એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

Published On - 12:58 pm, Thu, 9 February 23

Next Video