Gujarati video : MS યુનિવર્સિટીમાં DSW યોજના હેઠળ સ્કોલરશીપ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ, વિદ્યાર્થી આગેવાનોની આંદોલનની ચીમકી

|

May 24, 2023 | 1:41 PM

MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ DSW યોજના હેઠળ મળતી સ્કોલરશીપથી વંચિત છે. ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓ પાસે તંત્રએ ફોર્મ ભરાવીને બસ્સો-બસ્સો રૂપિયા ફી પેટે ઉઘરાવી લીધા છે.

વડોદરાની (Vaodara) પ્રસિદ્ધ એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ DSW યોજના હેઠળ મળતી સ્કોલરશીપથી વંચિત છે. ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓ પાસે તંત્રએ ફોર્મ ભરાવીને બસ્સો-બસ્સો રૂપિયા ફી પેટે ઉઘરાવી લીધા છે. આ પ્રક્રિયા ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ છે. છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી રુપિયો પણ મળ્યો નથી. અંદાજે 2500 જેટલા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ (Scholarship) ન મળતા રોષે ભરાયા છે. તો વિદ્યાર્થી આગેવાનોએ પણ ઝડપથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો –Gujarati Video : દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના PROએ કહ્યું કે ફેકલ્ટી લેવલે સ્ક્રૂટિની કરવામાં આવી છે. જે બાદ કમિટી દ્વારા ચકાસણી થતી હોય છે. આ બંને લેવલ બાદ એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જેને આગામી સિન્ડિકેટની બેઠકમાં મુકાશે. જે બાદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video