Breaking News : “મનરેગા કૌભાંડની મલાઈ ઉપર સુધી જાય છે, કાર્યવાહી માત્ર નાના માણસો પર” BJP સાંસદ મનસુખ વસાવા

Breaking News : “મનરેગા કૌભાંડની મલાઈ ઉપર સુધી જાય છે, કાર્યવાહી માત્ર નાના માણસો પર” BJP સાંસદ મનસુખ વસાવા

| Edited By: | Updated on: Jun 03, 2025 | 2:29 PM

દાહોદ બાદ હવે ભરૂચમાંથી સામે આવ્યું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતુ. જેને લઈને ભરુચમાં ધારાસભ્ય મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ થયા હોવાનો આરોપ લગાવ્યો છે.

દાહોદ બાદ હવે ભરૂચમાંથી સામે આવ્યું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતુ. જેને લઈને ભરુચમાં ધારાસભ્ય મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ થયા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કૌભાંડની મલાઈ ઉપર સુધી જાય છે, કાર્યવાહી માત્ર નાના માણસો પર જ કરવામાં આવે છે.  મનસુખ વસાવાએ નિવેદન આપતા વધુમાં જણાવ્યું કે 58 ગામોમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. વેરાવળમાં બે ઘટનાઓ સંદર્ભે પણ ગુનો નોંધાયો છે.આ યોજનામાં કૌભાંડ ન થાય તે માટે સિસ્ટમમાં ફેરફાર કરવાની પણ તેમણે માંગ કરી છે.આ નિવેદન રાજ્યના રાજકારણમાં નવા વિવાદો ઉભા કરી શકે છે.

શું છે સમગ્ર ઘટના

ભરૂચમાં 56 ગામમાં મનરેગાના કામોમાં 7.30 કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે આમોદ, જંબુસર અને હાસોટ તાલુકામાં કરોડોના કૌભાંડને અંજામ આપ્યો છે. ફરિયાદ છે કે ગુણવત્તાના અભાવ સાથે માનવશ્રમના ઉપયોગ વગર જ કરોડોના બિલો પાસ કરી દેવામાં આવ્યા છે. મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કર્યો હોવાની પણ ફરિયાદ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કૌભાંડમાં સરકારી કર્મચારીઓની મીલીભગત છે. ફરિયાદીએ વેરાવળ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલા પિયુષ નુકાણી અને જોધા સભાડ સામે તપાસની માગ કરતી ફરિયાદ કરી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો