રાજસ્થાનના માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓ અકસ્માત નડ્યો છે. સવારે માઉન્ટ આબુના જોખમી વળાંકો ઉતરતી વકતે પ્રવાસી ભરેલી ખાનગી બસ પલટી હતી.દુર્ઘટનામાં 24થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ જ્યારે પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સંભવિત રીતે બસની બ્રેક ફેઈલ થઈ જવાને કારણે ચાલક બસને કાબૂ કરી શક્યો નહોતો અને બસ માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક માઉન્ટ આબુ અને આબુ રોડની નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
બસમાં ઘાયલ થયેલા મુસાફરો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના સમાચાર સાંભળી પ્રવાસીઓના પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું જો કે..પ્રવાસીઓને ફેક્ચર અને નાની મોટી ઈજાઓ થઈ છે. કોઈ જાનહાની ન થતા પરિવારે રાહતના શ્વાસ લીધા છે
Published On - 5:15 pm, Sun, 21 December 25