Surat Video : ઉધના અને પાંડેસરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાયો, આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યુ

|

Jul 27, 2023 | 4:18 PM

ગણેશનગર, અને શાસ્ત્રીનગર વિસ્તારમમાં ઝાડા-ઉલટીના સંખ્યાબંધ દર્દીઓ નોંધાયા છે. સુરત મહાનગર પાલિકાના સરકારી ચોપડે કમળના 8, ટાઈફોઈડના 38, મેલેરિયાના (Malaria) 71 અને ડેન્ગ્યૂના (Dengue) 9 દર્દી નોંધાયા છે.

Surat : વરસાદી પાણી ભરાયેલા રહેતા સુરતમાં રોગચાળો (Disease ) વકર્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, વડોદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના અનેક દર્દીઓ સામે આવ્યા છે. ગણેશનગર, અને શાસ્ત્રીનગર વિસ્તારમમાં ઝાડા-ઉલટીના સંખ્યાબંધ દર્દીઓ નોંધાયા છે. સુરત મહાનગર પાલિકાના સરકારી ચોપડે કમળના 8, ટાઈફોઈડના 38, મેલેરિયાના (Malaria) 71 અને ડેન્ગ્યૂના (Dengue) 9 દર્દી નોંધાયા છે. જો કે ખાનગી હોસ્પિટલોમાં અનેકગણા દર્દી સારવાર લઈ રહ્યાં છે. બાળકોમાં ઝાડા-ઉલટી અને તાવની બીમારી વધારે પ્રસરતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો-Navsari Video : કાવેરી નદીના જળસ્તરમાં વધારો, આંતલિયા અને ઊંડાજ ગામને જોડતો લૉ લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થતા હાલાકી

સુરતમાં રોગચાળો વકરતા જ મનપાનું આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ઉધના અને પાંડેસરામાં મનપાની 20 જેટલી મોબાઈલ મેડિકલ વાનની મદદથી લોકોને સ્થળ જ પર જ સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કરાય છે. તો ફોગિંગ મશીનની મદદથી મચ્છરોનો ઉપદ્રવ નાથવા પણ તંત્ર કાર્યરત છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બાળ દર્દીઓને ઝડપથી સારવાર મળે તેવી અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video