Navsari Video : કાવેરી નદીના જળસ્તરમાં વધારો, આંતલિયા અને ઊંડાજ ગામને જોડતો લૉ લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થતા હાલાકી
ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. તો આંતલિયા અને ઊંડાજ ગામને જોડતો લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેના કારણે લો લાઇન બ્રિજ લોકોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
Navsari : નવસારીમાં હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ભારે વરસાદના (Rain) કારણે નદીઓની જળસપાટી વધી છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. તો આંતલિયા અને ઊંડાજ ગામને જોડતો લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેના કારણે લો લાઇન બ્રિજ લોકોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આમ છતા પાણીના પ્રવાહમાં લોકો જોખમી રીતે વાહન હંકારતા જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos