Rajkot : મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત, જુઓ Video

|

Oct 04, 2024 | 11:36 AM

બેવડી ઋતુના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં પણ મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી મોત થયુ છે.

બેવડી ઋતુના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં પણ મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી મોત થયુ છે. મવડીના પંચશીલ નગરની મહિલાનું ડેન્ગ્યુથી મોત નિપજ્યુ છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળામાં વધારો થયો છે. તંત્ર રોગચાળાને કાબૂમાં લેવા માટે પગલા લે તેવી સ્થાનિકોની માગ છે.

નવરાત્રીમાં આરોગ્ય વિભાગની ટીમ રહેશે ખડેપગે

બીજી તરફ નવરાત્રિને લઇ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે. પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલની સાથે મેડિકલ સ્ટોલ પણ રખાશે.ખેલૈયાઓને સ્વાસ્થ્યની તકલીફ પડે તો અપાશે તાત્કાલિક સારવાર આપવામાં આવશે. મેડિકલની ટીમ નવરાત્રિ દરમિયાન ખડેપગે રહેશે. તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રખવામાં આવી છે. મોટા શહેરો અને નગરપાલિકા વિસ્તારમાં ટીમ તૈનાત રખાશે. હ્રદયરોગ, ગભરામણ, ડી-હાઇડ્રેશન, ઉલટી, ચક્કરની સારવાર અપાશે.

Next Video