વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, એક મહિનામાં ડેન્ગ્યુના 80 કેસ પોઝિટિવ નોંધાયા, જુઓ Video

|

Oct 23, 2024 | 8:23 AM

વડોદરામાં પણ એકા એક મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 80 કેસ પોઝિટિવ નોંધાયા છે.

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે વડોદરામાં પણ એકા એક રોગચાળો વકર્યો છે. વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 80 કેસ પોઝિટિવ નોંધાયા છે.

તેમજ મેલેરિયાના 24 કલાકમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. વાયરલ ફિવરના છેલ્લા કેટલાક કલાકમાં 67 કેસ પોઝિટિવ નોંધાયા છે. ટાયફોડનો પણ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. ગોરવા, સમાં, અકોટા, પાણીગેટ, સોમા તલાવ સહિત વિસ્તારોમાં કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં પણ રોગચાળો વકર્યો !

બીજી તરફ અમદાવાદમાં પાછલા મહિનાની સરખામણીએ રોગચાળામાં થોડો ઘટાડો થયો છે.તેમ છતાં હજુ રોગચાળાનો ભરડો તો યથાવત જ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ભોગ લોકો બની રહ્યા છે.અદાવાદ શહેરમાં ચાલુ મહિને એટલે કે ઓક્ટોબરમાં મેલેરિયાના 47 કેસ, ડેન્ગ્યૂના 261 કેસ, ચિકન ગુનિયાના 46 કેસ નોંધાયા છે.

Next Video