AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા અંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા અંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 4:30 PM
Share

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે વિવિધ સ્થળોએ આગેવાનો સામે 140 જેટલા કેસ થયેલા છે. આ કેસો સરકારે અગાઉ પણ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

VADODARA : પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાની માગણી લાંબા સમયથી ચાલી રહી છે.આ મુદ્દે રાજ્યના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે CM ભૂપેન્દ્ર પટેલ કક્ષાએ નિર્ણય લેવાશે. જે બાદ હું ઝડપથી કાર્યવાહી કરીશ.રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ગંભીર કેસ પરત ખેંચવા માટે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાતના પાટીદાર સાંસદોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત કરી હતી. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય કે કેસ થયા હોય તો તે પણ પાછા ખેંચાવા જોઈએ.આ રજૂઆત મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક જવાબ આપ્યો હોવાનું મોહન કુંડરિયાએ જણાવ્યું હતું તો પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે કહ્યું કે બે મહિનામાં જ કેસો પાછા ખેંચાઈ શકે છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે વિવિધ સ્થળોએ આગેવાનો સામે 140 જેટલા કેસ થયેલા છે. આ કેસો સરકારે અગાઉ પણ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પરંતુ કાયદાકીય પ્રક્રિયાના કારણે કેસ પાછા ખેંચવામાં કોઈક કારણસર વિલંબ થઈ રહ્યો છે. ત્યારે સંસદના શિયાળુ સત્રમાંથી પરત ફરેલા ગુજરાતના પાટીદાર સાંસદો સીધા CMને મળવા પહોંચ્યા હતા. જેમાં મોહન કુંડારિયા, રમેશ ધડૂક, શારદાબેન પટેલ, મિતેષ પટેલ અને હસમુખ પટેલે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ પણ વાંચો :  જાણો શિક્ષણક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલા ઊંઝાના MLA આશાબેન પટેલની જીવન ઝરમર

g clip-path="url(#clip0_868_265)">