અમદાવાદ વીડિયો : વિરમગામમાં નવા વર્ષની ઉજવણીમાં 50થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
અમદાવાદના વિરમગામમાં નવા વર્ષની ઉજવણીમાં દારુ પીધેલા લોકો ઝડપાયા છે. તો 50 થી વધુ લોકો દારુ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તો 31 ડિસેમ્બરની રાત્રી દરમ્યાન પોલીસ ચેકિંગમાં પીધેલા ઝડપાયા છે.
અમદાવાદના વિરમગામમાં નવા વર્ષની ઉજવણીમાં દારુ પીધેલા લોકો ઝડપાયા છે. તો 50 થી વધુ લોકો દારુ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તો 31 ડિસેમ્બરની રાત્રી દરમ્યાન પોલીસ ચેકિંગમાં પીધેલા ઝડપાયા છે. જેના પગલે વિરમગામ ટાઉન, ગ્રામ્ય અને નળસરોવર પોલીસે કાર્યવાહી કરી છે.
તો બીજી તરફ રાજકોટ શહેરમાં પ્રથમવાર ડ્રગ ટેસ્ટિંગ એનાલાઈઝરથી તપાસ થઈ હતી. 31 ડિસેમ્બર અનુસંધાને રાજ્યભરમાં સઘન તપાસમાં ડ્રગ્સના રવાડે ચઢેલા લોકો સામે પણ ગાળિયો કસાયો હતો. કાલાવડ રોડ પર SOGએ આ અંગે તપાસ હાથ ધરી હતી.આ ડિવાઈઝસથી માત્ર 5 જ મિનિટમાં કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કરેલું છે કે કેમ તે અંગે જાણ થઈ જાય છે.અને સ્થળ પર જ કાર્યવાહી કરવાના પુરાવા પોલીસને મળી જાય છે.
Latest Videos