AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ડિલિવરી, બાળકોના ખીલખીલાટથી ખીલી ઉઠ્યું હોસ્પિટલનું વાતાવરણ

સુરતમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં અનોખો રેકોર્ડ સ્થાપિત થયો. એક દિવસમાં 30 ડિલિવરીમાં એક જોડિયા બાળકો સહિત કુલ 31 બાળકોનો જન્મ થયો. જેમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે.

Surat : સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ડિલિવરી, બાળકોના ખીલખીલાટથી ખીલી ઉઠ્યું હોસ્પિટલનું વાતાવરણ
Diamond Hospital
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 20, 2023 | 6:17 PM
Share

Surat : સુરતમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં (Diamond Hospital) એક જ દિવસમાં 30 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. 30 ડિલિવરીમાં એક જોડિયા બાળકો સહિત કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થયો છે.

આ પણ વાંચો Breaking News : ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી ચંદન ચોરીનો પર્દાફાશ, કામરેજમાં 35 લાખનું ચંદન જપ્ત

સુરતમાં આવેલી ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં 19 ઓગસ્ટ 2023ના રોજ એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં ટોટલ 30 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠ્યું હતું. 30 ડિલિવરીમાં એક જોડિયા બાળકો સહિત કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે.

30 ડિલિવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ

ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં 30 ડિલિવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હોવાનું હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું. આ રેકોર્ડને લઈ હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દીકરીનો જન્મ થાય તો મફત ડિલિવરી

ડાયમંડ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, તેમજ સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5 હજાર રૂપિયા છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2 હજાર દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે. ભારત સરકારના બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">