Daman : દમણના દલવાડામાં ગૌશાળામાં 35થી વધુ ગૌવંશનાં મૃત્યુ,શંકાસ્પદ ખોરાક ખવડાવ્યા બાદ મોત થયાની આશંકા, જુઓ Video
ગૌશાળામાં 35થી વધારે ગૌવંશના મૃત્યુ થયા છે. શંકાસ્પદ ખોરાક ખવડાવ્યા બાદ મોત થયા હોવાની આશંકા કરવામાં આવી રહી છે. અચાનક 35થી વધારે ગાયના મોત થવાથી આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.
સંઘ પ્રદેશ દમણના દલવાડામાં એક સાથે ઘણા બધા ગૌવંશના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. ગૌશાળામાં 35થી વધારે ગૌવંશના મૃત્યુ થયા છે. શંકાસ્પદ ખોરાક ખવડાવ્યા બાદ મોત થયા હોવાની આશંકા કરવામાં આવી રહી છે. અચાનક 35થી વધારે ગાયના મોત થવાથી આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીએ બનાવેલ વાનગી પશુઓને ખવડાવતા મોત થયા હોવાની આશંકા કરવામાં આવી રહી છે. તમામ મૃત ગૌવંશની દેવકા બીચ ખાતે દફનવિધિ કરવામાં આવી છે. ખોરાક ખાધા પછી જે ગાયોની તબિયત લથડી છે. તેને તાત્કાલિક વેટનરી ડોકટર દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈ દમણના અધિકારીઓનું નિવેદન સામે આવ્યુ નથી.
( વીથ ઈનપુટ – અક્ષય કદમ, વલસાડ )
Latest Videos
Latest News