Dwarka : બેટ દ્વારકાના બાલાપરમાં કબ્રસ્તાન પાસે નાના-મોટા 12 ધાર્મિક દબાણો તોડ્યા, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 05, 2025 | 2:42 PM

દેવભૂમિ દ્વારકામાં ફરી એક વાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ડિમોલિશન પૂર્ણ કરવામાં આવ્યું છે. બાલાપરમાં કબ્રસ્તાન પાસેના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. 12થી વધુ નાના મોટા ધાર્મિક દબાણો તોડી પડાયા છે. 6500 ચોરસ મીટરથી વધુની જમીન ખુલ્લી કરાવી છે.

ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે. 1.75 કરોડની કિંમતની 6.5 હજાર ચો.મી જમીન દબાણ મુક્ત થઈ છે. પોલીસના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવો ઝુંબેશ પૂર્ણ કરાઈ છે.

દબાણ મુદ્દે થયેલી અરજી કોર્ટ દ્વારા ફગાવી

બીજી તરફ બેટ દ્વારકામાં દબાણ મુદ્દે થયેલી અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવાતા ફરી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. બેટ બાલાપર વિસ્તારમાં કબ્રસ્તાન, ધાર્મિક અને બિનઅધિકૃત દબાણ દૂર કરાયા છે. ગૌચરની જગ્યા પર પણ બુલડોઝર ચાલ્યું છે. પોલીસ સહિત 800 સુરક્ષા જવાનો સહિતની ટીમ ખડે પગે હતા. તાત્કાલિક બુલડોઝર ફેરવી અંદાજે 1.75 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ હતી. અંદાજે 6,500 સ્કેવર ફીટ જગ્યા ખુલ્લી કરાઈ હતી. 9 દરગાહ, એક મસ્જિદ, 1 મદ્રેસાનું બાંધકામ દૂર કરાયું હતું. 3 અન્ય ધાર્મિક બાંધકામ પણ હટાવાયા હતા.