ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી, લાખો લોકોએ કર્યા દર્શન, જુઓ Video

|

Sep 19, 2024 | 3:46 PM

ઊંઝા ઉમિયાધામ ખાતે શરૂ કરાયેલો ધજા મહોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયો છે. 16 લાખથી વધુ ભક્તોએ મા ઉમિયાના દર્શનનો લ્હાવો લીધો હતો. ભક્તોએ માના શિખર પર 11 હજાર 111થી વધુ ધજા અર્પણ કરીને પ્રાર્થના કરી છે.

આ મહોત્સવ દરમિયાન ‘જય જય ઉમિયા’ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. માના એક દર્શન માત્ર માટે લાખો ભક્તોની કતાર લાગી હતી. મહત્વનું છે કે 12થી 18 સપ્ટેમ્બર સુધી આયોજિત ધજા મહોત્સવમાં ભક્તોએ લાખોનું દાન પણ કર્યું હતુ. જેથી મંદિરના ગોલખ ભરાઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે જગત જનની માં ઉમિયાના નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે માતૃ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી માના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Next Video