Gujarati Video: રાજ્યમાં 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, સૌથી વધારે બનાસકાંઠામાં વરસાદ ખાબક્યો
બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.
Gujarat Rain : બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં દાંતામાં 7 ઈંચ અને ધાનેરામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : નડાબેટમાં BSFની ચોકી ક્ષતિગ્રસ્ત, MLA ગેનીબેન ઠાકોરે ચિંતા વ્યક્ત કરી
જ્યારે દાંતીવાડા અને પાલનપુરમાં પણ 6-6 ઇંચ વરસાદ વરસ્યો છે. ડીસામાં સાડા 5 ઇંચ અને દિયોદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પોશીનામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ પાટણના સાંતલપુરમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાધનપુરમાં 5 ઈંચ અને સિદ્ધપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News