Gujarati Video : નડાબેટમાં BSFની ચોકી ક્ષતિગ્રસ્ત, MLA ગેનીબેન ઠાકોરે ચિંતા વ્યક્ત કરી
નડાબેટનાં રણ વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. જ્યારે અસર ગ્રસ્ત નડાબેડની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. નડાબેટમા રસ્તા પર પાણી આવતા ચિંતાનો વિષય છે. તેમજ જો હજી વરસાદ આવશે તો ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી થશે. તેમજ વધુ વરસાદ પડે તો નડાબેટનો રસ્તો પણ બંધ થઇ શકે છે.
Banaskantha : બનાસકાંઠાના નડાબેટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનને કારણે BSFની ચોકીને નુકસાન થયું છે. જેમાં ભારે પવનને કારણે BSFની કેબિનના પતરા ઉડ્યા હતા. તેમજ BSFની કેબિનના પતરા ઉડી રોડની સામેની બાજુએ પડ્યા છે. તેમજ સતત વરસાદને કારણે દરિયાના પાણી રોડ સુધી પહોંચ્યા છે.
જ્યારે નડાબેટનાં રણ વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. જ્યારે અસર ગ્રસ્ત નડાબેડની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. નડાબેટમા રસ્તા પર પાણી આવતા ચિંતાનો વિષય છે. તેમજ જો હજી વરસાદ આવશે તો ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી થશે. તેમજ વધુ વરસાદ પડે તો નડાબેટનો રસ્તો પણ બંધ થઇ શકે છે.
કચ્છમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઇ નિરીક્ષણ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાત સરકારના વખાણ કર્યા… સાથે જ તમામ રાહત અને બચાવ ટીમ તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની ટીમને અભિનંદન પાઠવ્યા. અમિત શાહે જણાવ્યું કે વાવાઝોડામાં એક પણ માનવ મૃત્યુ ન થયું એ તંત્રની સૌથી મોટી સફળતા છે.
વાવાઝોડામાં માત્ર 47 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટીમ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત સરકારે પુરૂ પાડ્યું છે. અમિત શાહે જણાવ્યું કે સરકારે સતર્કતા દાખવી 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કર્યું.તો માછીમારો તેમજ બોટને પણ સમયસર દરિયામાંથી પરત બોલાવી લીધી.NDRFની 19 તેમજ SDRFની 13 ટીમ સતત ખડેપગે રહી.