બ્રેકિંગ ન્યૂઝ : વડોદરાના હરણી તળાવમાં 23 વિદ્યાર્થીઓ સહિત 31 લોકો ડૂબ્યા, 14 લોકોના મોત

બ્રેકિંગ ન્યૂઝ : વડોદરાના હરણી તળાવમાં 23 વિદ્યાર્થીઓ સહિત 31 લોકો ડૂબ્યા, 14 લોકોના મોત

| Edited By: | Updated on: Jan 18, 2024 | 11:14 PM

ન્યુ સનરાઈઝ સ્કૂલના વિધાર્થીઓ પ્રવાસ માટે હરણી તળાવ આવ્યા હતા, 16ની ક્ષમતા સામે બોટમાં 30થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામની 2 શિક્ષિકાઓ સહિત કુલ 15 લોકોના મોત થયા છે.

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 23 વિદ્યાર્થીઓ સહિત 31 લોકો સવાર હતા. આ ઘટનામાં વિધાર્થીઓ સહિત કુલ 14 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓ સારવાર હેઠળ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હતી. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, હરણી તળાવમાં બોટ પલટતાં સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ દ્વારા બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તો તળાવમાંથી બહાર કાઢવામાં આવેલા વિધાર્થીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં DCP, ACP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ન્યુ સનરાઈઝ સ્કૂલના વિધાર્થીઓ પ્રવાસ માટે હરણી તળાવ આવ્યા હતા, 16ની ક્ષમતા સામે બોટમાં 30થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામની 2 શિક્ષિકાઓ સહિત કુલ 14 લોકોના મોત થયા છે.

આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે, બોટમાં 16ની ક્ષમતા સામે શા માટે વધુ વિધાર્થીઓને બેસાડવામાં આવ્યા ?  તો વિધાર્થીઓને શા માટે લાઇફ જેકેટ પહેરાવવામાં ન આવ્યા ? આ તમામ સવાલોના તંત્ર પાસે કોઈ જવાબ નથી.

આ પણ વાંચો વડોદરામાં સાયબર ક્રાઇમના આરોપીને ‘પાસા’ થવાનો પ્રથમ કિસ્સો, આ ગુના બદલ મળ્યો જેલવાસ, જુઓ વીડિયો

Published on: Jan 18, 2024 05:38 PM