Gujarat Video: પાવાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોનુ ઘોડાપુર, 1 લાખ કરતા વધારે દર્શનાર્થીઓ પહોંચ્યા

|

Jun 04, 2023 | 4:58 PM

Pavagadh: વહેલી સવારથી જ પૂર્ણિમાએ વાતાવરણમાં માહોલ વરસાદી અને ભારે પવનભર્યો રહ્યો હતો. આમ વરસાદી માહોલ વચ્ચે ભક્તોનુ ઘોડાપુર પાવાગઢમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યુ હતુ.

 

પાવાગઢમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. વહેલી સવારથી જ ભક્તોની ભીડ પાવાગઢમાં ઉમટવી શરુ થઈ હતી. વહેલી સવારથી પંચમહાલ સહિત આસપાસના જિલ્લાઓમાં વાતાવરણ વરસાદી અને ભારે પવન ભર્યો હવા વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રવિવાર હોવા સાથે જેઠ માસની પૂર્ણિમાં હોવાને લઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. પાવાગઢમાં દર્શન કરવા માટે લગભગ એક લાખ જેટલા ભક્તો બપોર સુધીમાં ઉમટી પડ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યુ હતુ. આમ છતાં પણ ભક્તો પણ શ્રદ્ધા પુર્વક દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો પાવાગઢના માર્ગ પર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા હતા. પાવાગઢ મંદિર પરીસરમાં ભરચક ભીડનો માહોલ રવિવારે દિવસભર જોવા મળ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો માના દર્શન કરવા માટે મંદીર તરફ આગળ વધ્યા હતા અને પગથીયાઓ પર પગ ના મુકી શકાય એટલી ભીડ જામી હતી.

 

આ પણ વાંચોઃ Gujarat Video: MLA ગેનીબેન ઠાકોરે કહ્યુ-પ્રેમ લગન કરનારા મોટા ભાગના યુવાનો ક્રાઇમ સાથે સંકળાયેલા, કડક કાયદાની કરી માંગ

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:54 pm, Sun, 4 June 23

Next Video