Morby tragedy: તપાસ સમિતી દ્વારા સતત ચાર કલાક સુધી કરાઈ ચીફ ઓફિસરની પુછપરછ, પુલના અત્યાર સુધીના દસ્તાવેજો કબ્જે કરાયા

|

Nov 02, 2022 | 4:34 PM

મોરબી બ્રિજ દુર્ઘટના (Morbi Tragedy) મુદ્દે પોલીસની તપાસ સમિતી દ્વારા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પોલીસે પૂછપરછ કરી છે. મોરબી બ્રિજ દુર્ધટના મામલે DySP ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની સતત ચાર કલાક સુધી આકરી પુછપરછ કરાઈ.

મોરબી દુર્ઘટના મામલે એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં સરકાર દ્વારા પણ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે. બીજી તરફ તપાસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પુછપરછ હાથ ધરવામાં આવી છે. બ્રિજને લઈને નગરપાલિકાનો રોલ શું હતો તેની માહિતી લેવામાં આવી રહી છે. મોરબી પર ઝુલતા બ્રિજની કામગીરી અગાઉ ઓરેવો કંપનીને જ નગરપાલિકા દ્વારા સોંપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાનો શું રોલ છે, તે જાણવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે પોલીસની તપાસ સમિતી દ્વારા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પોલીસે પૂછપરછ કરી છે. મોરબી બ્રિજ દુર્ધટના મામલે DySP ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની સતત ચાર કલાક સુધી આકરી પુછપરછ કરાઈ. ચીફ ઓફિસર પાસેથી બ્રિજના અત્યાર સુધીના દસ્તાવેજો કબ્જે કરાયા છે. ચીફ ઓફિસરને બ્રિજ ખુલ્લો મૂક્યો તેની જાણ હતી કે કેમ તે અંગે પણ સવાલો કરવામાં આવ્યા છે. જે MOU કરવામાં આવ્યા છે કરારની શું શરત છે તે અંગે સવાલો કરાયા છે. આ અંગે હજુ પણ કેટલાક લોકોની પુરપરછ થઇ શકે છે.

આખી ઘટનામાં મોટી બાબત એ સામે આવી છે કે ઓરેવા કંપનીની તો બેદરકારી છે જ, કારણકે વહીવટી તંત્ર કહી રહ્યુ છે કે તેમની પરમિશન વગર આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. શહેરની મધ્યમાં આવેલો બ્રિજ ચાલુ થઇ ગયો તેમ છતા નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને આ અંગેની જાણ ન થઇ તે અનેક સવાલો ઊભા કરી રહ્યુ છે. ત્યારે સમગ્ર ઘટના અંગે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની તપાસ કરવામાં આવી છે.

Next Video