મોરબી દુર્ઘટના બાદ રાજકોટ તંત્ર પણ હરકતમાં, રામવનના બે બ્રિજ પર મુકાશે સિક્યુરિટી ગાર્ડ
રામવનના બે બ્રિજ પર સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવશે. બન્ને બ્રિજ પર ભીડ થતી રોકવા સિક્યુરિટી ગાર્ડ મુકવા આદેશ કરાયો છે. જર્જરીત સાંઢિયા પુલને નવો બનાવવામાં આવશે.
મોરબીની દુર્ઘટના બાદ રાજકોટ તંત્ર હરકતમાં આવ્યું છે. રામવનના બે બ્રિજ પર સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવશે. બન્ને બ્રિજ પર ભીડ થતી રોકવા સિક્યુરિટી ગાર્ડ મુકવા આદેશ કરાયો છે. જર્જરીત સાંઢિયા પુલને નવો બનાવવામાં આવશે. કમિશનરે કહ્યું, બ્રિજને નવો બનાવવા માટે ચૂંટણી પછી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે. સાંઢીયા પુલ માટે સ્ટ્રક્ચર કન્સલ્ટન્ટ નીમેલા છે જે સમય અંતરે માર્ગદર્શન આપે છે. સાંઢીયા પુલમાં એક પણ પ્રકારની ખામી નથી તેવો કમિશનરનો દાવો છે. સાંઢીયા પુલનો અમુક ભાગ રેલવેમાં આવતો હોવાથી રેલવે તંત્રને પણ નવો પુલ બનાવવા જાણ કરવામાં આવી છે.
દુર્ઘટના બાદ જ કેમ જાગે છે તંત્ર ?
તો બીજી તરફ મોરબી દુર્ઘટના બાદ વડોદરા મનપા સફાળુ જાગ્યું છે. શહેરના કૃષ્ણનગરમાં જોખમી લાકડાનો બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે મોરબી જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે મનપાના અધિકારીઓએ પગ દાંડી બ્રિજ તોડી પાડયો હતો. જો કે આ જોખમી બ્રિજ તોડતા સમયે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આઝાદી મળ્યાના આજ દિન સુધી બ્રિજ બન્યો નથી. જેને લઈને ઝૂંપડપટ્ટીના 20થી વધુ પરિવારો લાકડાના પાટિયાના ઝૂલતા બ્રિજ પર અવરજવર કરતા હતા.જેથી તંત્રએ વિશ્વામિત્રી નદીના નાળાની ઉપર મોરબી જેવી ઘટના ન સર્જાય તે માટે બ્રિજ તોડી પાડયો હતો.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
