AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi : નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ, એક મહિના માટે 200 સિરામિક એકમો બંધ રાખવાનો નિર્ણય

Morbi : નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ, એક મહિના માટે 200 સિરામિક એકમો બંધ રાખવાનો નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 10:39 AM
Share

નોંધનીય છેકે જીજીએલએ મોરબી અને સુરેન્દ્રનગરમાં સિરામિક અને સેનેટરીવેર એકમોને પૂરા પાડવામાં આવતા ઔદ્યોગિક પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં વધારો કર્યો છે.

Morbi : સિરામિક ઉદ્યોગોનું કેન્દ્ર ગણાતા મોરબીમાં આગામી 1 મહિના માટે વોલ ટાઇલ્સ એકમો ઠપ્પ થઇ ગયા છે. પાઇપ મારફતે આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં એકાએક 5 રૂપિયાનો વધારો ઝીંકાતા મોરબી સિરામિક એસોસિયેશને 200 જેટલા એકમોમાં એક મહિના માટે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એસોસિયેશને હાલમાં 12 ઇંચ બાય 18 ઇંચના ટાઇલ્સ બનાવતા એકમો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

અને બાદમાં તમામ વોલ ટાઇલ્સ એકમો પોતાનું ઉત્પાદન બંધ કરી દેશે. ઉત્પાદન ખર્ચ વધતા એસોસિયેશને વિટ્રાફાઇડ ટાઇલન્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે રૂ. 2થી 3નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ટાઇલ્સનો આ ભાવ વધારો પહેલી સપ્ટેમ્બરથી અમલી બનાવવાનું નક્કી કરાયું છે. મહત્વનું છે કે, કાચા માલ, ડીઝલ અને ટ્રક ભાડામાં વધારો થયા બાદ હવે કુદરતી ગેસના પણ ભાવ વધતાં સિરામિક એકમોને મહિને 100 કરોડ રૂપિયાથી વધુનો બોજ આવ્યો છે.

નોંધનીય છેકે જીજીએલએ મોરબી અને સુરેન્દ્રનગરમાં સિરામિક અને સેનેટરીવેર એકમોને પૂરા પાડવામાં આવતા ઔદ્યોગિક પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં વધારો કર્યો છે. જોકે, કંપનીએ તેના રહેણાંક ગ્રાહકોને પૂરા પાડવામાં આવતા કુદરતી ગેસની કિંમત યથાવત રાખી છે.

કંપની ગુજરાતમાં તેના લગભગ 450 CNG સ્ટેશનોના નેટવર્ક દ્વારા લગભગ 7 લાખ CNG ગ્રાહકોને સેવા આપે છે. દરમિયાન, GGL એ મોરબી અને સુરેન્દ્રનગરમાં સિરામિક અને સેનિટરીવેર એકમો માટે PNG ઔદ્યોગિક પીએનજીની કિંમતો 37.51 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) કરી દીધી છે.

બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક પીએનજીના ભાવમાં વધારો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવાહી કુદરતી ગેસ (એલએનજી) ના ભાવમાં ભારે ઉછાળાને કારણે થયો છે.ગુજરાત ગેસ મોરબી અને સુરેન્દ્રનગરમાં સિરામિક અને સેનિટરીવેર એકમોને 6.5 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ (mmscmd) પૂરું પાડે છે.

g clip-path="url(#clip0_868_265)">