Video : મોરબી દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કર્યો

| Edited By: | Updated on: Jan 22, 2023 | 11:44 PM

મોરબી દુર્ઘટના કેસમાં  ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે કોર્ટે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કર્યું છે. પોલીસ ચાર્જ સીટમાં જયસુખ પટેલનું આરોપી તરીકે નામ છે જેથી પોલીસે તેની ધકપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. જેથી ધરપકડથી બચવા માટે જયસુખ પટેલે આગોતરા જામીન અરજી મૂકી છે જેની સુનવણી 1 ફેબ્રુઆરીએ થશે.

મોરબી દુર્ઘટના કેસમાં  ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે કોર્ટે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કર્યું છે. પોલીસ ચાર્જ સીટમાં જયસુખ પટેલનું આરોપી તરીકે નામ છે જેથી પોલીસે તેની ધકપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. જેથી ધરપકડથી બચવા માટે જયસુખ પટેલે આગોતરા જામીન અરજી મૂકી છે જેની સુનવણી 1 ફેબ્રુઆરીએ થશે. આ કેસમાં બ્રિજનું કામ ઓરેવા ગ્રુપ પાસે હતું જેથી જયસુખ પટેલની સંડોવણી ખૂલી છે. મોરબી સેશન્સ કોર્ટમાં આ મેટર હાલમાં ચાલી રહી છે.

આ બ્રિજના મેન્ટેનન્સનું કામ ઓરેવા ગ્રુપ સંભાળતુ હતુ

ગુજરાતમાં સર્જાયેલા ગોઝારા મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી કરી છે. જેમાં આ બ્રિજના મેન્ટેનન્સનું કામ ઓરેવા ગ્રુપ સંભાળતુ હતુ. જો કે આ કેસની એફઆઇઆરમાં જયસુખ પટેલનું નામ નથી.

જો કે પોલીસ ગણતરીના દિવસોમાં કોર્ટના સમગ્ર ઘટનાક્રમ સાથે ચાર્જશીટ દાખલ કરવાની છે. તેથી આ કેસમાં ધરપકડથી બચવા માટે જયસુખ પટેલ કોર્ટના આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જે અંગે આગામી દિવસોમાં આ અંગેની સુનાવણી થશે.

બ્રિજ તૂટવામાં 141 લોકોના મોતને લઈ હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે..બ્રિજ તૂટવામાં 141 લોકોના મોતને લઈ હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી છે..સાથે હાઈકોર્ટે મોરબી નગરપાલિકાના સભ્યોને હુકમ કર્યો વધુમાં કોર્ટે નગર સેવકોને પક્ષકાર તરીકે જોડવા અને સુનાવણીની તક આપવી જરૂરી નહીં ગણાવી.

કોર્ટે કહ્યું, નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી હાલના કેસમાં તેમને સાંભળવા જરૂરી નથી.સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને તપાસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો  હતો.

આ પણ વાંચો : Video : સાણંદ નજીક ગટરમાં પડેલા કર્મચારીને શોધવા ત્રીજા દિવસે પણ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી