Loading video

વિશ્વ માતૃભાષા દિવસ: મોરારી બાપુનો ગુજરાતી ભાષા જતન માટે આહવાન, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 21, 2025 | 6:05 PM

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, જાણીતા આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ગુજરાતી ભાષાના જતનની અપીલ કરી. તેમણે ગુજરાતની સાહિત્ય સંસ્થાઓ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણીના પ્રસંગે ભાષાના મહત્વ પર ભાર મૂક્યો અને તેના જતન માટે સૌને પ્રોત્સાહિત કર્યા. આ દિવસ ભારત અને વિશ્વની તમામ ભાષાઓનું ગૌરવ વધારવા માટે ઉજવવામાં આવે છે.

આજે 21 ફેબ્રુઆરી 2025ના રોજ આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રસારક પૂજ્ય મોરારી બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી રહ્યું હતું કે, ગુજરાતની ઘણી સાહિત્ય સંસ્થાઓ આજે માતૃભાષા દિવસની ઉજવણી કરી રહી છે.  ત્યારે ચાલો આપણે પણ આપણી માતૃભાષાનું જતન કરીએ.

આજનો દિવસ ભારત અને વિશ્વની તમામ ભાષાનો દિવસ છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરીને ભાષાનું ગૌરવ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.