12 જ્યોતિર્લિંગ રામકથા મોરારીબાપુની રામકથા આજે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે પહોંચી, જુઓ Video

“12 જ્યોતિર્લિંગ રામકથા” મોરારીબાપુની રામકથા આજે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે પહોંચી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 11:30 PM

ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે મોરારીબાપુની રામકથા પહોંચી જ્યાં મોરારી બાપુએ અહીં શ્રીરામના સ્મરણ સાથે શિવધૂન પણ બોલાવી હતી.

22 જુલાઈથી શરૂ થયેલી મોરારીબાપુની અનોખી જ “12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રામાં અત્યાર સુધી નવ જ્યોતિર્લિંગ ધામે રામકથા સંપન્ન થઈ ચૂકી છે. જે અંતર્ગત આજે મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે રામકથાનું આયોજન થયું હતું.

દ્વાદશ જ્યોતિર્લિંગમાં ઘૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ એ બારમું સ્થાન ધરાવે છે. ત્યારે આ ધામમાં મોરારીબાપુના મુખે રામકથાનું શ્રવણ કરી ભક્તો અત્યંત ભાવવિભોર બની ગયા હતા. તેમણે અહીં શ્રીરામના સ્મરણ સાથે શિવધૂન પણ બોલાવી હતી. શ્રદ્ધાળુઓનું કહેવું હતું કે 12 જ્યોતિર્લિંગના દર્શન સાથેની આ રામકથાની યાત્રામાં નાની મુશ્કેલીઓ તો આવે છે, પણ, આ મુશ્કેલીઓ તો તેમને પ્રભુના પ્રસાદ જેવી લાગે છે.

આ પણ વાંચો : આજે 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનો આઠમો પડાવ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ધામે પહોંચી રામકથા, જુઓ Video

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રામકથાનો આજે આ અંતિમ પડાવ હતો. હવે શુક્રવારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે ભક્તોને રામકથાના શ્રવણનો લાભ મળશે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">