આજે 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનો આઠમો પડાવ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ધામે પહોંચી રામકથા, જુઓ Video
મોરારીબાપુની અનોખી 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનો આજે આઠમો પડાવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે હતો, નાસિકમાં નાસિક ઢોલથી ભક્તોનું સ્વાગત કરાયું
Ramkatha: શ્રદ્ધાળુઓને ન ભૂતો ન ભવિષ્યતિ જેવી લાગી રહેલી 12 જ્યોતિર્લિંગ (Jyotirlinga) રામકથા યાત્રા સતત આગળ વધી રહી છે. પણ, ન તો ભક્તોને યાત્રાનો થાક વર્તાઈ રહ્યો છે કે ન તો તેમનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે. અલબત્ તેઓ આગળના જ્યોતિર્લિંગ ધામે પહોંચવા અને રામકથાનું શ્રવણ કરવા વધુને વધુ ઉત્સાહિત થઈ રહ્યા છે.
મોરારીબાપુની અનોખી 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનો આજે આઠમો પડાવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે હતો. આ ધામે પહોંચવા શ્રદ્ધાળુઓ જ્યારે મહારાષ્ટ્રના નાસિક સ્ટેશને પહોંચ્યા ત્યારે નાસિક ઢોલથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં દસમું સ્થાન ધરાવે છે. ત્યારે અહીં રામકથાના આયોજનથી શ્રદ્ધાળુઓને એવી અનુભૂતિ થઈ રહી હતી કે જાણે હરિહરના મિલનનો અવસર હોય.
બાપુને સત્કારવા આવેલા નાસિકના ભાવિકોએ જણાવ્યું હતું કે મોરારીબાપુની રામકથાના શ્રવણથી તેમને શ્રીરામના દર્શનની અનુભૂતિ સરીખો આનંદ વર્તાતો જ રહે છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો