“12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રામાં આજે રામકથાનો પાંચમો દિવસ, રામેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે મોરારીબાપુની રામકથાનું આયોજન, જુઓ Video

| Edited By: | Updated on: Jul 29, 2023 | 7:55 PM

પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ હાલ 12 જ્યોતિર્લિંગ ધામમાં રામકથા કરી રહ્યા છે ત્યારે, આજે રામેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે મોરારીબાપુની રામકથાનું આયોજન થયું હતું.

રામેશ્વરમ્ એટલે તો એ ધામ કે જે ભગવાન શિવ (Lord Shiva) અને શ્રીરામના સાનિધ્યનું સ્થાન મનાય છે. ત્યારે આજે એ જ ધામમાં, રામેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે મોરારીબાપુની રામકથાનું આયોજન થયું હતું. સૌથી અનોખી “12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રામાં આજે રામકથાનો પાંચમો દિવસ છે. ત્યારે સ્વયં શ્રીરામ દ્વારા સ્થાપિત શિવલિંગના સાનિધ્યે ભક્તોએ રામકથાનું શ્રવણ કરી પ્રસન્નતા અનુભવી હતી.

આ પણ વાંચો : મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ધામે ભક્તોએ કર્યું રામકથાનું શ્રવણ, દક્ષિણ ભારતીય સ્વાગતથી ભક્તો થયા આનંદિત જુઓ VIDEO

રામેશ્વરમ્ ધામથી હવે આ યાત્રા આગળ ધપશે. અને રવિવારે શ્રદ્ધાળુઓ તિરુપતિ બાલાજી ધામે શ્રીવેંકટેશ્વરના દર્શનનો લાભ મેળવશે. પણ, તે પહેલાં ભક્તો રામકથાના આજના પાંચમા પડાવ પર અત્યંત ભાવવિભોર બની ગયા હતા.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 29, 2023 07:54 PM