AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છેલ્લા 12 દિવસથી એક જ સ્થળે અટક્યું છે ચોમાસુ, સ્કાયમેટે કરી છે આવી આગાહી, મુંબઈ-ગુજરાતમાં ક્યારે વરસશે મેહુલિયો ?

છેલ્લા 12 દિવસથી એક જ સ્થળે અટક્યું છે ચોમાસુ, સ્કાયમેટે કરી છે આવી આગાહી, મુંબઈ-ગુજરાતમાં ક્યારે વરસશે મેહુલિયો ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2026 | 10:56 AM
Share

હાલમાં વરસાદી ટ્રફ પંજાબથી લઈને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી સક્રિય છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત છે. જોકે ચોમાસાની મુખ્ય રેખા હજુ પણ આગળ વધવામાં સફળ રહી નથી.

દેશભરમાં નૈઋત્યના ચોમાસાની પ્રગતિ છેલ્લા 12 દિવસથી અટકેલી રહી છે. પશ્ચિમ ભારતની સાથેસાથે ખાસ કરીને પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ ચોમાસાની ગતિ અત્યંત ધીમી નોંધાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 23 અને 24 જૂન આસપાસ વાતાવરણની સ્થિતિ અનુકૂળ બનતાં ચોમાસાની આગળ વધવાની પ્રગતિને વેગ મળી શકે છે.

હાલમાં વરસાદી ટ્રફ પંજાબથી લઈને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી સક્રિય છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત છે. જોકે ચોમાસાની મુખ્ય રેખા હજુ પણ આગળ વધવામાં સફળ રહી નથી.

હવામાન વિભાગનું માનવું છે કે આગામી દિવસોમાં પવનની દિશા અને ભેજમાં વધારો થવાને કારણે ચોમાસું ફરી સક્રિય બની શકે છે. ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે.

બીજી તરફ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર આજે 20મી જૂનના રોજ કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઉપરાંત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ઝડપી પવન ફુંકાવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

દેશના વિવિધ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી સપ્તાહ દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનતાં ચોમાસાની ગતિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.

હાલ ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર હવે 23-24 જૂન બાદની હવામાન પરિસ્થિતિ પર ટકેલી છે, કારણ કે ચોમાસાની ગતિ આગળ વધતા કૃષિ પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની આશા છે.

Gujarat Rain Update: સતત ત્રીજા દિવસે રાજ્યમાં મેઘમહેર, 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, જુઓ Video

Published on: Jun 20, 2026 10:55 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">