દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 48 કલાકમાં આગળ વધશે, હવામાન નિષ્ણાતએ આપી માહિતી, જુઓ Video

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 48 કલાકમાં આગળ વધશે, હવામાન નિષ્ણાતએ આપી માહિતી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 25, 2023 | 6:28 PM

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. 48 કલાકમાં ચોમાસુ આગળ વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Gujarat Rain update : 10 દિવસ મોડું પરંતુ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે ચોમાસાનો ગુજરાતમાં સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. આમ તો દર વખતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું 10 દિવસ મોડું છે. હાલ ચોમાસાનું વાતાવરણ જામી ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ રહેશે તેવી આગાહી છે. આગામી 48 કલાક બાદ ચોમાસું વધુ આગળ વધશે.

આ સાથે જ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તો 26 જૂને સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. 27 જૂને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ થવાની છે આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. તો 28 જૂને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

વાત વિસ્તારથી કરીએ તો 26 જૂને સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.  27 જૂને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય ભારે વરસાદ 27 તારીખે છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પણ વરસાદ થશે.  તો 28 જૂને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 28 જૂને ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થશે.

સાથે જ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડશે. વાત 29 જૂનની કરીએ તો વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થશે. અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ થશે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી, જુઓ Video

તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ કહ્યું છે કે, આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. હાલ ગુજરાત પર ઓક્ષો ટ્રફ ખુબ મજબૂત છે, અને 750 HPA લેવલે સીયરઝોન સર્જાયો છે. તેથી બંગાળની ખાડીમાં બનેલા લોપ્રેશરના કારણે ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો