Monsoon Breaking Video : દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
Monsoon 2023 : ગુજરાતમાં વરસાદનું (Rain) જોર છેલ્લા બે દિવસથી ઘટ્યુ છે. જો કે હજુ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જેના પગલે દરિયાકાંઠા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે. સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થઇ શકે
દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો