Monsoon 2023 : વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર એલર્ટ, જુઓ Video
વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. પાર, કોલક, દમણગંગા અને ઔરંગા સહિતની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Valsad : વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. પાર, કોલક, દમણગંગા અને ઔરંગા સહિતની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને કારણે તંત્ર પણ એલર્ટ બન્યું છે. અને નદી આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો : Valsad Rain Video : દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાઇ જતા વાહનચાલકો પરેશાન
નીચાણવાળા વિસ્તારો રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહીં જો ઔરંગા નદીમાં હજુ પણ પાણી વધે તો 40 ગામને જોડતા પુલ પર પણ નદીના પાણી ફરી વળે તેવી સંભાવના છે.
તો આ તરફ વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમ પણ છલકાયો છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારના 6 ગામમાં ભારે વરસાદના પગલે ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ રહી છે. સતત પાણીની આવકને કારણે ડેમના 10 દરવાજા બે મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.