આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો,ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પડશે સામાન્યથી મધ્યમ વરસાદ, જુઓ Video
ગુજરાતમાં હાલ મેઘરાજાનો મિજાજ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 30 દિવસ તો ગુજરાતમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો. જો કે હવે આગામી સાત દિવસ સન્નાટો છવાઇ શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ નહીં પડે માત્ર સામાન્ય વરસાદ જ જોવા મળશે.
ગુજરાતમાં હાલ મેઘરાજાનો મિજાજ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 30 દિવસ તો ગુજરાતમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો. જો કે હવે આગામી સાત દિવસ સન્નાટો છવાઇ શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ નહીં પડે માત્ર સામાન્ય વરસાદ જ જોવા મળશે.
7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને હાલ ભારે વરસાદની કોઇ જ શક્યતા નથી. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ તો સક્રિય છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં વર્તાય. તો વરસાદ ઘટવાની સાથે રાજ્યમાં તાપમાનનો પારો વધવાની પણ શક્યતા છે. હવામાન વિભાગનુ અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી સુધી વધી શકે છે.
રાજસ્થાન પર એક મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ
રાજ્યમાં હાલ મુશળધાર વરસાદની સ્થિતિ જોવા મળી રહી નથી અને આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઇ શકયતા નથી. રાજસ્થાન પર એક મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે રાજસ્થાનમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે બ્રેક મારી હોય તેવું લાગી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે, પરંતુ કોઈ પણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી.
હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે પણ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 18થી 20 તારીખ સુધીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 21 અને 22 તારીખોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
