આજનું હવામાન :  ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,  માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના, જુઓ Video

| Updated on: May 29, 2025 | 7:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ છુટા-છવાયો વરસાદ વરસે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તરફ અમરેલી ભાવનગર, ભરૂચ,નર્મદા, તાપી, નવસારી, ડાંગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્વિમ રાજસ્થાન અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થાય તેવી શક્યતા છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મે થી 1 જૂનથી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચન આપી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 7 અને 9 જૂને વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે 10 જૂને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published on: May 29, 2025 07:46 AM