Banaskantha Rain : વરસાદ અને વાવાઝોડાએ વેર્યો વિનાશ, વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી, જુઓ Video

Banaskantha Rain : વરસાદ અને વાવાઝોડાએ વેર્યો વિનાશ, વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી, જુઓ Video

| Edited By: | Updated on: May 30, 2025 | 11:25 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ અને વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત દુકાનોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને 4 થી 5 વૃક્ષ ધરાશાયી થયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ અને વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત દુકાનોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને 4 થી 5 વૃક્ષ ધરાશાયી થયા છે. કેટલીક જગ્યાએ રસ્તા પરથી વૃક્ષો હટાવી તાત્કાલિક માર્ગો ખુલ્લા કરાયા હતા. ખાસ કરીને ત્રિશુલિયા ઘાટમાં અનેક પહાડી વિસ્તાર પણ જોખમી બન્યા છે.

ભારે પવનથી ઘરોના છાપરા ઉડ્યા

તો બીજી બાજુ ખેડૂતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉના વરસાદમાં બાજરીનો અડધો પાક પડી ગયો હતો. અત્યારે પડેલા વરસાદને કારણે મહત્તમ બાજરીના પાકને નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો નુકસાનીને લઈ ચિંતામાં મુકાયા છે.

તો બનાસકાંઠામાં સર્જાયેલા મીની વાવાઝોડાએ આદિવાસી વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે. અમીરગઢના શાવણીયા ગામે ભારે પવન ફૂંકાતા લોકોના ઘરના છાપરા હવામાં ઉડ્યાં. જેના પગલે ઘરવખરીને નુકસાન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તો ક્યાંક વૃક્ષો તો ક્યાંક વીજળીના થાંભલા પણ જમીનદોસ્ત થયા.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..