Monsoon 2024: રાજ્યમાં હજુ રહેશે વરસાદી માહોલ, ઓગષ્ટમાં પણ મેઘરાજા વરસશે અનરાધાર, આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ

|

Jul 30, 2024 | 7:28 PM

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. જે બાદ હવે વરસાદના વિસ્તારો બદલાશે અને બીજા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 15 જુલાઈથી સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. ઘણા રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ ઘટી છે.

ઉત્તર ગુજરાતને છોડી હાલ હાલ રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. મૂશળધાર વરસાદથી પાટણ જરૂર પાણી પાણી થયું છે. જો કે રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ વરસાદ પડ્યો નથી. ત્યારે આગામી દિવસોમાં શું થશે. જુલાઇમાં તો મેઘરાજાએ જોરદાર જમાવટ કરી. પરંતુ ઓગસ્ટ મહિનામાં શું છે હવામાન વિભાગની આગાહી ? શું ઓગસ્ટમાં પણ આવશે અનરાધાર અથવા મેઘરાજા ઓગસ્ટમાં આપશે હાથ તાળી ? આ સવાલ સૌથી મહત્વનો છે કારણ કે હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ પડ્યો નથી. હજુ પણ આ બંને ઝોનમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાતમાં 31 જુલાઇએ પણ સારો વરસાદ જોવા મળી શકે છે,  બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં હજુ પણ મેઘરાજા પોતાની કૃપા વરસાવી શકે છે. દક્ષિણમાં પણ વરસાદનું જોર જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર અને મોરબીમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં પણ વરસાદી મહેર જોવા મળી શકે છે. આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 3થી લઇને 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. એટલું જ નહીં. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

બંગાળની ખાડી પરથી મધ્ય ભારત પર થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વર્તાઈ રહી છે. આ સિસ્ટમના લીધે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓમાં પૂર આવ્યાં છે. હવે આ સિસ્ટમ આગળ વધી છે અને તે સૌરાષ્ટ્ર કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં ફેરફાર થશે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. જે બાદ હવે વરસાદના વિસ્તારો બદલાશે અને બીજા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 15 જુલાઈથી સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. ઘણા રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ ઘટી છે.

ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે. આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની પાસે આવે છે તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે. આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ માટે કારણભૂત બને છે.

હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત પર આવી છે તે હવે આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી ગઈ છે અને ત્યાંથી આગળ તે અરબી સમુદ્રમાં પહોંચશે. 31 જુલાઈથી 2 ઑગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

આ સિસ્ટમ આગળ વધી ગયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકાદ બે દિવસમાં વરસાદનું જોર ઘટી જશે, જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય પરંતુ છુટોછવાયો વરસાદ પડતો રહેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી સાત દિવસ સુધી હજૂ ગુજરાતમાં સતત વરસાદ પડવાની શક્યતા છે.

3થી 4 ઑગસ્ટ સુધી વરસાદનું જોર ઘટેલું રહે તેવી સંભાવના છે, જે બાદ હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે રાજ્યમાં નવી સિસ્ટમ આવે તો ફરી વરસાદનું જોર વધી શકે છે.ગુજરાતમાં ઑગસ્ટ મહિનાની શરૂઆત પણ સારા વરસાદથી થાય તેવી શક્યતા છે અને જે બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે. આમ વરસાદની તીવ્રતા જરૂર ઓછી થઇ શકે છે. પરંતુ મેઘરાજા પોતાની કૃપા ગુજરાત પર વરસાવતા જ રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article