Navsari : પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, જુઓ Video

|

Jul 26, 2024 | 12:26 PM

નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જેના પગલે લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે.

નવસારી જિલ્લામાં મેઘરાજાએ જાણે તેમનું રૌદ્ર સ્વરુપ બતાવ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જેના પગલે લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે.

નવસારી શહેરમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બંદર રોડ સહિત શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. શાંતાદેવી વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવાં દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવાને લીધે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

નવસારીમાં ધોધમાર વરસાદ બાદ શહેરમાં ખાડીપૂર આવ્યુ છે. રેલ રાહત કોલોનીમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. 5 ફૂટ સુધીના પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા છે. સ્થાનિકોને સ્થળાંતર કરવાની પડી ફરજ પડી છે. બે દિવસમાં બીજી વખત રેલ રાહત કોલોની પાણી-પાણી થઇ છે. ઘરવખરી, અનાજ પલળી જતાં તંત્ર વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નવસારી નજીક આવેલ વિજલપોરમાં અનેક સોસાયટી પાણીમાં ડુબી છે. અનેક ઘરોમાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી પહોંચી રહી છે. મારૂતિ નગર પ્રાથમિક શાળામાં 20 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે. અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 

 

Published On - 11:58 am, Fri, 26 July 24

Next Video