આજનું હવામાન : ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 13, 2024 | 12:10 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની નબળી ગતિવિધિ વચ્ચે રાજ્યમાં 6 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે.  14 જૂને પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ સંભાવના છે.  15 જૂને સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મહત્તમ કેટલુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, મોરબી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ છોટાઉદેપુર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:07 am, Thu, 13 June 24

Next Video